Posts

Showing posts from September, 2026

RCM પરિવાર આણંદ - શુભ શરૂઆત

Image
તારીખ ૧૬.૯.૨૯૨૬ ના રોજ આણંદને આંગણે RCM નો એક ભવ્ય ત્રિવેણી કાર્યક્રમ યોજાઈ ગયો. RCM World ના સ્થાપના દિવસ - સેવા દિવસે આણંદના સાગોડપુરા, બોરસદ ચોકડી - જીટોડીયા રોડ વિસ્તારમાં RCM સ્થાપના દિવસ, રક્ત દાન શિબિર અને RCM ના અદ્યતન આઉટલેટનો ઉદ્દઘાટન સમારોહ યોજાઈ ગયો. સવારે ૯ થી બપોરના ૧૨ સુધી યોજાયેલ રક્ત દાન શિબિરનું ઉદ્દઘાટન કરમસદ - આણંદ મહાનગર પાલિકાના મેયર સુશ્રી દીપિકાબેન પટેલે કર્યું હતું. સમગ્ર શિબિરમાં RCM પરિવાર દ્વારા કુલ ૧૮ યુનિટ રક્ત આણંદ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી એકત્ર કરવામાં આવ્યું હતું. સાંજે ૫.૩૦ કલાકે સાગોડપુરા સંગમ સોસાયટીમાં રહેતાં શ્રી રાજેશભાઈ ઝવેરી અને શ્રી જ્યોત્સનાબેન દ્વારા સંચાલિત RCM World નામના outlet નું RCM ના સિનિયર બિઝનેસ પર્સન શ્રી રણજીત સિંઘ, સ્વામીનારાયણ ગુરુકુળ, બાકરોલ વડતાલ રોડના કેમ્પસ ડાયરેક્ટર શ્રી નંદન પટેલ  અને સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ચાવડાપૂરાના આચાર્ય અને ખ્રિસ્તી ધર્મ ગુરુ શ્રી પૂજ્ય ફાધર આરોક દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.અને એમના વકતવ્યોમાં આશીર્વચનો પાઠવ્યા હતાં. સેવા દિવસના વિશેષ આકર્ષણ તરીકે સ્થાનિક ૧૫ જેટલા બાળકોને મહેમાન શ્રીઓન...